મુખ્ય સામગ્રી પર જાઓ

માયા વેરણ ભગતુની સંસારિયામાં, માયા

માયા વેરણ ભગતુની સંસારિયામાં, માયા...ટેક
હું ને મારું એમાં તો હેરાન મેલે, ગરવાણી થઈ ગરજુની...સંસારિયા૦ ૧
માયાની ચોટમાં સુર નર ચળિયા, ઋષિ રાજા ને મોયા મુનિ...સંસારિયા૦ ૨
રાગ રંગમાં બહુ રચી પચી રહ્યો, ખબર નથી તને ખૂની...સંસારિયા૦ ૩
દાસ હરિ કહે દેખી લે દિલમાં, ભૂલ્યો નારાયણ ધૂની...સંસારિયા૦ ૪

ભાવ :
ઉપદેશ
રચયિતા :
હરિભાઈ દેસાઈ - ઓલિયા
પુસ્તક :
હરિકીર્તન
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026