મુખ્ય સામગ્રી પર જાઓ

મોક્ષનું બારણું ઉઘાડયું અલબેલે આજ, મોક્ષનું

મોક્ષનું બારણું ઉઘાડયું અલબેલે આજ, મોક્ષનું...ટેક
સાગમટે નોતરું સ્વામીજીએ દીધું, નામરસે જગત જમાડયું...અલબેલે૦ ૧
પાન કરીને પ્રાણી તરપત થયા, તુર્યપદ તેને પમાડયું...અલબેલે૦ ૨
સ્વામિનારાયણ નામ જીભે લીધું, ખોટયનું ખત તેનું ફાડયું...અલબેલે૦ ૩
દાસ હરિને વાલે નિજસેવકને, અક્ષરધામ દેખાડયું...અલબેલે૦ ૪

રચયિતા :
હરિભાઈ દેસાઈ - ઓલિયા
ભાવ :
ઉપદેશ
પુસ્તક :
હરિકીર્તન
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026