મુખ્ય સામગ્રી પર જાઓ

એકાંતિકનો સંગ કરીએ અખંડ એવા, એકાંતિક

એકાંતિકનો સંગ કરીએ અખંડ એવા, એકાંતિક...ટેક
           જન્મ મરણના રોગ મટાડે, ભવસાગર જેથી તરીએ...અખંડ૦ ૧
બ્રહ્મરૂપ કરે ભમરીની પેઠે, વાત એવાની હૃદે ધરીએ...અખંડ૦ ૨
           જેના સંગ થકી ચોરાશી છૂટે, કોડે એવાની કેડે ફરીએ...અખંડ૦ ૩
દાસ હરિ કહે મન કર્મ વચને, વાલમજીને એક વરીએ...અખંડ૦ ૪

રચયિતા :
હરિભાઈ દેસાઈ - ઓલિયા
ભાવ :
ઉપદેશ
પુસ્તક :
હરિકીર્તન
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026