મુખ્ય સામગ્રી પર જાઓ

મોક્ષનું પદ બહુ મોંઘું શાસ્ત્ર કહે છે, મોક્ષનું

મોક્ષનું પદ બહુ મોંઘું શાસ્ત્ર કહે છે, મોક્ષનું...ટેક
કળિયુગમાં અતિ કરુણા કરીને, સ્વામિનારાયણે કીધું સોંઘું...શાસ્ત્ર૦ ૧
મતના માર્યા શીદ રહો છો મૂંઝાઈને, સત્સંગ એ પદનું પળોધું...શાસ્ત્ર૦ ૨
સત્સંગ સંપ્રદાય જગમાં છતરાયો, અહં મમતાને મેલો ઊંધું...શાસ્ત્ર૦ ૩
દાસ હરિ કે દયા કરી દાસ ઉપર, કળિમાં કલ્યાણ કીધું સોંઘું...શાસ્ત્ર૦ ૪

રચયિતા :
હરિભાઈ દેસાઈ - ઓલિયા
ભાવ :
ઉપદેશ
પુસ્તક :
હરિકીર્તન
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026