મુખ્ય સામગ્રી પર જાઓ

વેતી અક્ષરની વાટ કીધી વિમાન મેલી, વેતી

વેતી અક્ષરની વાટ કીધી વિમાન મેલી, વેતી...ટેક
અવની ઉપર અલબેલે આવીને, મુક્તિ મનુષ્યને દીધી...વિમાન૦ ૧
કથા કીર્તન કળજુગમાં કમાણી, નારાયણનામ રૂપી નિધિ...વિમાન૦ ૨
ત્રણ જુગના જીવ તલફતા તનમાં, સાર સર્વેની આજ લીધી...વિમાન૦ ૩
દાસ હરિનો વાલો અઢળક ઢળિયા, સડક કલ્યાણની બાંધી સીધી...વિમાન૦ ૪

રચયિતા :
હરિભાઈ દેસાઈ - ઓલિયા
ભાવ :
ઉપદેશ
પુસ્તક :
હરિકીર્તન
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026