મુખ્ય સામગ્રી પર જાઓ

મોંઘો મનુષ્યદેહ આવ્યો સંસારિયામાં, મોંઘો મનુષ્ય

મોંઘો મનુષ્યદેહ આવ્યો સંસારિયામાં, મોંઘો મનુષ્ય...ટેક
હરિના ભજનમાં તું અટકીને બેઠો, વૃથા વિષયમાં ગુમાવ્યો...સંસારિયા૦ ૧
ગાન તાનમાં ગરકાવ કરીને, ભામનીએ ભરમાવ્યો...સંસારિયા૦ ૨
ભોગ સુખ સારુ બ્રહ્મદશા ભૂલ્યો, લાલચમાં લપટાવ્યો...સંસારિયા૦ ૩
દાસ હરિ કહે મળિયા મોહનવર, ફેરો સુફળ આજ ફાવ્યો...સંસારિયા૦ ૪

રચયિતા :
હરિભાઈ દેસાઈ - ઓલિયા
ભાવ :
ઉપદેશ
પુસ્તક :
હરિકીર્તન
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026