મુખ્ય સામગ્રી પર જાઓ

શું કરે માયા બચારી મુક્તોની આગળ, શું કરે

શું કરે માયા બચારી મુક્તોની આગળ, શું કરે...ટેક
શિર પર પગ મેલી ચાલ્યા જાય ધામમાં, હરિજન દેખીને હારી...મુક્તો૦ ૧
કંઈક કુતૂહલ કરે છળ પાડવા, નકી ભક્તોની વાત ન્યારી...મુક્તો૦ ૨
અલમસ્ત હોય તે અટકી ન રહે, જાય માયાને પાટુ મારી...મુક્તો૦ ૩
દાસ હરિ કે એવા એકાંતિક જનને, વારંવાર બલિહારી...મુક્તો૦ ૪

રચયિતા :
હરિભાઈ દેસાઈ - ઓલિયા
ભાવ :
ઉપદેશ
પુસ્તક :
હરિકીર્તન
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026