મુખ્ય સામગ્રી પર જાઓ

સ્વામિનારાયણ ગાતા, કળિયુગમાં સ્વામિ

સ્વામિનારાયણ ગાતા, કળિયુગમાં સ્વામિ...ટેક
નારાયણના નામનો મહિમા છે મોટો, વાર નથી કલ્યાણ થાતા...કળિ૦ ૧
નારાયણ નામના પ્રતાપથી પ્રાણીને, સુગમ અક્ષરધામ જાતા...કળિ૦ ૨
મુક્તો સંગાથે મોજ માણવાને જાશો, ઘેલી ગંગાજીમાં નાતા..કળિ૦ ૩
દાસ હરિ કે દેખી દરબાર દાદાનો, ખોવાણાં ખોટનાં ખાતાં...કળિ૦ ૪

રચયિતા :
હરિભાઈ દેસાઈ - ઓલિયા
ભાવ :
ઉપદેશ
પુસ્તક :
હરિકીર્તન
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026