મુખ્ય સામગ્રી પર જાઓ

સ્વામિનારાયણ રટીએ, હો મુખ થકી સ્વામિ

સ્વામિનારાયણ રટીએ, હો મુખ થકી સ્વામિ...ટેક
મિથ્યા મત તણું માન નવ ધરીએ, દુરિજન દેખીને નવ હટીએ...હો મુખ૦ ૧
આતમાનંદનો અનુભવ કરવા, જ્ઞાની સાથે ગટપટીએ...હો મુખ૦ ૨
સંસારી સુખ સુપના તુલ્ય જાણી, લૌકિક સુખમાં ન લટીએ...હો મુખ૦ ૩
દાસ હરિ કે નામ નિમખ ન છોડીએ, મુક્તિ સારુ મરી મટીએ...હો મુખ૦ ૪

રચયિતા :
હરિભાઈ દેસાઈ - ઓલિયા
ભાવ :
ઉપદેશ
પુસ્તક :
હરિકીર્તન
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026