મુખ્ય સામગ્રી પર જાઓ

જેઠે જુવતીના જીવન પ્રાણ, મેલી મથુરા ગયા રે લોલ

જેઠે જુવતીના જીવન પ્રાણ, મેલી મથુરા ગયા રે લોલ II
          કર્યો મેં કર જોડી કલ્પાંત, તોય ન આવી દયા રે લોલ...II ૧ II
એની આગે અબળાનું શું જોર, ચાલે જે રાખીયે રે લોલ II
         નાથ વિના થૈ સર્વે નિરાશ, નિસાસા નાખીયે રે લોલ...II ૨II
હરિ સંગે રમવાને મને હામ, હૈયામાં રઇ ગઇ રે લોલ II
         ખોઇને રસિક શિરોમણી શ્યામ, કંગાલ હું તો થઇ રે લોલ...II૩II
કાઢી મુને સુખસાગરથી બાર, નાખી દુઃખ દરિયે રે લોલ II
         કો’ને હવે ભૂમાનંદના નાથ, વિના કેમ તરીયે રે લોલ...II ૪ II 
રચયિતા :
ભૂમાનંદ સ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026