મુખ્ય સામગ્રી પર જાઓ

માઘસરે મહાદુખ મુને થાય, પીયુ ગયા પરહરિ રે લોલ

માઘસરે મહાદુખ મુને થાય, પીયુ ગયા પરહરિ રે લોલ II
         હવે નથી સંસારમાં સુખ લેશ, વાલા વિજોગે કરી રે લોલ II૧II
વ્યાકુળ વારી વિનાના મિન, શેણે થાય સુખિયા રે લોલ II
         તેની પેઠે તડફીને પડશે તન, દારુણ અમે દુખિયા રે લોલ II૨II
કરું હું પીયુ પીયુ પોકાર, ઉભી જોઉં વાટડી રે લોલ II
         આજ મારી થઇ ગઇ વજર સાર, ન ફાટે છાતડી રે લોલ II ૩Ii
નિશ દિન નેણુંમાં વરસે નીર, આગ જલે અંતરે રે લોલ II
         ગયા મને ભૂમાનંદનો નાથ, નાખી પરતંતરે રે લોલ II ૪ II

રચયિતા :
ભૂમાનંદ સ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026