મુખ્ય સામગ્રી પર જાઓ

અષાઢે ચહુ દિશ ચમકે વિજ, ગાજે મેહુલા ઝરે રે લોલ

અષાઢે ચહુ દિશ ચમકે વિજ, ગાજે મેહુલા ઝરે રે લોલ .
         બપૈયા બોલે દાદુર મોર, કોકિલ ટૌકા કરે રે લોલ II ૧ II
કોરે મારું કાળજ એના બોલ, અંતરમાં ઉંડા ગરી રે લોલ II
         મળી અતિ ઘોર અંધારી રાત, વિતે સેણે કરી રે લોલ II ૨II
જોને નવજોબન એળે જાય, પીયુ ક્યારે મળું રે લોલ II
         વિરહનો અંતર અતિ તાપ, તેણે હું તો બળું રે લોલ II ૩II
દેખી ઘન સજીને શણગાર, ધરા નિલી થઇ રે લોલ II
         નાવ્યા હજી ભૂમાનંદનો નાથ, તેણે હું સુકી રઇ રે લોલ II ૪II
રચયિતા :
ભૂમાનંદ સ્વામી
વિવેચન:

 ૬૫૮            પદ-૨/૧૨

આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026