મુખ્ય સામગ્રી પર જાઓ

ફૂલે ફૂલ્યો ફાગણ માસ, વસંત જાય છે રે લોલ

ફૂલે ફૂલ્યો ફાગણ માસ, વસંત જાય છે રે લોલ II૧II
           વાલો મારો બાંધી વસંતી પાઘ, સુંદર છોગા મેલતા રે લોલ II
ગળે ઘણાં પેરી ગુલાબના હાર, રંગેસું રેલતા રે લોલ II૨II
           જોને આજ જોબન મારું જાય, વૃથા વાલા વિના રે લોલ II
કોજાને હવે શું કરીયે ઉપાય, આવે બકસિગના રે લોલ II૩II
           હવે મારે હોળી હૈયામાંય, વાલા વિના બળે રે લોલ II
જોવું જારે ભૂમાનંદનો નાથ, શોક તારે ટળે રે લોલ II૪II

 

રચયિતા :
ભૂમાનંદ સ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026