મુખ્ય સામગ્રી પર જાઓ

શ્રાવણે સુખકારી વરસાદ વરસે સરવડે રે લોલ

શ્રાવણે સુખકારી વરસાદ વરસે સરવડે રે લોલ II
         તેણે આવ્યા નદીયે પૂર, સરોવર ભર્યા જલ વડે રે લોલII૧II
પાક્યા તૃણ વેલી અન્ન અપાર, સરા આવી સહુંને રે લોલ II
         નિજ પીયુ વિના પતિવૃતા નાર, દેખે દુઃખ બહુને રે લોલII ૨ II
બોલે તમર્યા અંધારી રાત, દમકે દામની રે લોલ II
         સ્વામી વિના સુને મંદિર જાય, કેમ કરી જામની રે લોલII ૩II
અમને અધુરા અમૃત પાઇ, રાખ્યા છે સુખિયા રે લોલ II
         રયા હવે ભૂમાનંદના નાથ, વિના દિલ દુખિયા રે લોલII ૪II

રચયિતા :
ભૂમાનંદ સ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026