મુખ્ય સામગ્રી પર જાઓ

વેગે વહી ભાદરવે ભરપુર, નદીઓ જાય છે રે લોલ

૬૬૦ પદ-૪/૧૨
વેગે વહી ભાદરવે ભરપુર, નદીઓ જાય છે રે લોલ II
         નિજ સ્વામી સાગરનો સંગમ, કરવા ચાય છે રે લોલ II૧II
તેમ મને પીયુ મળવાની પ્યાસ, અંતરમાં તો ઘણી રે લોલ II
         કેમ કરી થાય હવે મેળાપ, ન સરજી પંખડી રે લોલ II ૨II
આવે જો શરદ ઋતુમાં શ્યામ, રંગ ભર્ય રમીયે રે લોલ II
         શામળાને સર્વે નવા અન, જમાડીને જમીયે રે લોલ II ૩II
શ્યામ વિના શોભે નહિ શણગાર, અંગે તે શું ધરુ રે લોલ II
         આઠે પોર ભૂમાનંદના નાથ, વિના અડવી ફરુ રે લોલ II ૪ II 

રચયિતા :
ભૂમાનંદ સ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026