મુખ્ય સામગ્રી પર જાઓ

આડો આવ્યો મહાદુઃખનો દરિયાવ, પાર કેમ પામીએ રે લોલ

આડો આવ્યો મહાદુઃખનો દરિયાવ, પાર કેમ પામીએ રે લોલ,
         મુજને મેલી તેણે મધ,તણાતી સ્વામીએરે લોલ II ૧ II
તોય મારા પાપી પ્રાણ ન જાય, દોષ કેને દૈયે રે લોલ,
         તે તો છે વેરણ વિધાતાનો વાંક, એમ સમજી રૈયે રે લોલ II ૨ II
ઉછેર્યા અધરા અમૃત પાઇ, ભીડીને ભુજમાં રે લોલ,
         તેણે કર્યો તરત અમારો ત્યાગ, તેતો વાંક મુજમાં રે લોલ II ૩ II
પ્રેમદાને પીયુ રિઝાવ્યાની રીત, વાલે બહુ વાવડી રે લોલ,
         ભૂમાનંદ કે એનો શો વાંક II  મુને નહીં આવડી રે લોલ  II ૪ II
રચયિતા :
ભૂમાનંદ સ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026