મુખ્ય સામગ્રી પર જાઓ

કારતક કેમ કરીને જાય, મોહન મેલી ગયા રે લોલ

કારતક કેમ કરીને જાય, મોહન મેલી ગયા રે લોલ II
           ખાલી મુને મંદિર ખાવા ધાય, દિવસ દુઃખના રયા  રે લોલ II૧II
શ્યામ વિના સુની દેખીને સેજ, અંતરમાં અતિ બળે રે લોલ II
           મેલી મને પીયુ રયા  પરદેશ, શોક શેણે ટળે રે લોલ II૨II
પીયુ વિના પળ જુગ જેવી જાય, જીવત કેમ નિસરે રે લોલ II
           દિધુ અતિ સુખ દેખાડી હેત, વિસાર્યુ ન વિસરે રે લોલ II ૩II
નિશ દિન દિલમાં લાગ્યો દવ, પડી હું પરજળું રે લોલ II
           હવે હું ભૂમાનંદનો નાથ, આવે ક્યારે મળું રે લોલ II ૪ II 
રચયિતા :
ભૂમાનંદ સ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026