મુખ્ય સામગ્રી પર જાઓ

વૈશાખે વળ્યા સર્વે વન વાલો, હજી નૈ વળ્યા રે લોલ

વૈશાખે વળ્યા સર્વે વન વાલો, હજી નૈ વળ્યા રે લોલ II
           નાવે મુને નિદ્રા ન ભાવે અન, ક્યારે થાશે મળ્યા રે લોલ II ૧II
અતિ મારે અંતરવૃહનો તાપ, ઉપર લૂ વાય છે રે લોલ II
           શેણે હવે શિતલ થાય શરીર ઉચાટ એ થાય છે રે લોલ II ૨ II
મુજને મેલી મહા વનમાંય હેડી હાલી ગઇ રે લોલ II
           હેલી હવે દિલના દુઃખની વાત, કેને જાય કહી રે લોલ II ૩II
લખ્યા મેં વિનંતીમાં બારે માસ, વાંચીને વેલા આવજો રે લોલ II
           ના આવો તો ભૂમાનંદને નાથ, તરત તેડાવજો રે લોલ II ૪ II

રચયિતા :
ભૂમાનંદ સ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026