મુખ્ય સામગ્રી પર જાઓ

આસો આવ્યો ઉત્તમ દિન, દિવાળી લાવનો રે લોલ

આસો આવ્યો ઉત્તમ દિન, દિવાળી લાવનો રે લોલ;
          ઉભી હું જોઇ જીવનની વાટ, મારગ ભાળી માવનો રે લોલ...૧
મેરાયા લૈને મોહનલાલ, બિરાજતા બારણે રે લોલ;
         ઘૃત અમે પુરતા રસિયોરાજ રીઝાવા કારણે રે લોલ...૨
લખું હું કાગળ કોઇ લઇ જાવો, આપો મારા નાથને રે લોલ;
         પીયુ વિના કેમ કરી રાખું પ્રાણ, કહો જોડી હાથને રે લોલ...૩
વ્રજની વિનતાને દુઃખનો દિલ, રોણાવર રેલિયો રે લોલ;
         નિરમોહી ભૂમાનંદનો શ્યામ, સંદેશો ન મેલીયો રે લોલ...૪

રચયિતા :
ભૂમાનંદ સ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026