મુખ્ય સામગ્રી પર જાઓ

પોષે મારે પીયુનો વિજોગ, લાવ શું લીજીયે રે લોલ

૬૬૪      પદ-૮/૧૨
પોષે મારે પીયુનો વિજોગ, લાવ શું લીજીયે રે લોલ II
           હવે અમે દિલના દુઃખની વાત, કે આગે કીજીયે રે લોલ II૧II
શ્યામ વિના સુના ચૌદે લોક, ચડે મારી નજરે રે લોલ II
           હવે હેલી શું સજીએ શણગાર, ન આવે મજરે રે લોલ II ૨II
આજ મને ઉતારી ઉંડે કૂપ, વરત વાઢી ગયો રે લોલ II
           આરણ્યમાં મેલી એકાએક, એને નાવી દયા રે લોલ II ૩II
પીયુ ગયા પુરી પિંજરમાંય, ઝૂરી ઝૂરીને મરું રે લોલ II
           આવે હવે ભૂમાનંદનો નાથ, ક્યારે દર્શન કરું રે લોલ II૪II

રચયિતા :
ભૂમાનંદ સ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026