મુખ્ય સામગ્રી પર જાઓ

સખી મારું ચિત્ત ચોર્યું રે, મોહન મોરલીવાળે

સખી! મારું ચિત્ત ચોર્યું રે, મોહન મોરલીવાળે.  સ૦ ૧
મીઠી મીઠી મુખ મોરલી વાઈને, રંગભીને રુપાળે. સ૦ ર
ભોળી દેખી મુજને ભરમાવી, આંખડલીને ચાળે. સ૦ ૩
ગાયાં રે ગીત અનોપમ સજની, લટકાં કરીને લટકાળે. સ૦ ૪
બ્રહ્માનંદ કહે મુજને વશ કીધી, છળી એ છેલ છોગાળે. સ૦ પ

રચયિતા :
બ્રહ્માનંદ સ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026