મુખ્ય સામગ્રી પર જાઓ

સખી મુને ઘેલી કરી રે, કામણગારે કાને

સખી! મુને ઘેલી કરી રે, કામણગારે કાન. સ૦ ૧
મન હર્યું મારું મોરલી વાઇ, માંઇ મંત્ર ભણ્યો છાંને છાંને. સ૦ ર
સરવે ગોકુલીયાને ચાક ચડાવ્યું, ઓલે નંદને છોકરે નાને. સ૦ ૩
સૌ દેખંતા છેડ કરે મારી, કહું પણ કહ્યું ન માને. સ૦ ૪
બ્રહ્માનંદ કહે શું કરીએ બાઇ, આવી પડયાં એને પાને. સ૦ પ
 
રચયિતા :
બ્રહ્માનંદ સ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026