મુખ્ય સામગ્રી પર જાઓ

જશોદા પુત્ર તારો રે, કેડો નથી મેલતો મારો

જશોદા પુત્ર તારો રે, કેડો નથી મેલતો મારો....જ૦ ૧
         જ્યારે જોઉં ત્યારે આંગણે આવીને, ઉભો રહે સાંજ સવારો...જ૦ ર
કે દીક બેસે ઘરમાંહી ગરીને, કેદી બોલે ગાળ્યું રહી બારો...જ૦ ૩
         ઢોળે ઢોળે વળી ઘર ઢંઢોળે, આળ્યું કરી આલીગારો...જ૦ ૪
બ્રહ્માનંદ કહે અમને ગોકુલમાં, વસવા દીયો તો એને વારો...જ૦ પ 
રચયિતા :
બ્રહ્માનંદ સ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026