મુખ્ય સામગ્રી પર જાઓ

હઠીલા ! હઠ મેલો રે, હઠ મેલીને આવો ઓરા

હઠીલા ! હઠ મેલો રે, હઠ મેલીને આવો ઓરા. હ૦ ૧
આવો મોંઘા શું થાઓ અલબેલા, તમે છો નંદજીના છોરા. હ૦ ર
ફૂલડાંની માળા પેરી ફૂલો માં, વળી ફૂલો માં માથે ઘાલી તોરા. હ૦ ૩
ઉભી હું કયારની અરજ કરું છું, નિર્દય નફટ નિઠોરા. હ૦ ૪
બ્રહ્માનંદના વહાલા વિચારો, હું જાઇશ તો રહેશો તમે કોરા. હ૦ પ
 
રચયિતા :
બ્રહ્માનંદ સ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026