મુખ્ય સામગ્રી પર જાઓ

આ નંદનો નાનડિયો રે, અલવ કરે છે આવી આવી

આ નંદનો નાનડિયો રે, અલવ કરે છે આવી આવી. || આ૦ || ૧ ||
          સજની ! મારું ચિત્ત એણે ચોર્યું, ગીત મધુરાં ગાવા આવી. || આ૦ || ર ||
ડાભે થઇને ડોક હલાવે, બોલે છે વેણ ચાવી ચાવી. || આ૦ || ૩ ||
         એકલી જોઇને છાનો ઘેર આવે, એમ એને લવ ફાવી. || આ૦ || ૪ ||
બ્રહ્માનંદ કહે મુજને કાનુડે, ભૂરકી નાંખીને ભરમાવી.  || આ૦ || પ ||

 

 
 
રચયિતા :
બ્રહ્માનંદ સ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026