મુખ્ય સામગ્રી પર જાઓ

આવો ઓરા અલબેલા રે, ગિરધર ! ગોઠડી કીજે

આવો ઓરા અલબેલા રે, ગિરધર ! ગોઠડી કીજે...આ૦ ૧
         છેલ છબીલા મારી સેજ પધારો, પ્રેમ અધરરસ પીજે...આ૦ ર
કરુણાના ભંડાર તમે છો, દયા કરીને સુખ દીજે...આ૦ ૩
         રંગ વધે તમ સંગે જ રમતાં, અંગ આલિંગન લીજે...આ૦ ૪
બ્રહ્માનંદ કહે તમને ભેટતાં, સરવે કારજ સીજે...આ૦ પ

રચયિતા :
બ્રહ્માનંદ સ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026