મુખ્ય સામગ્રી પર જાઓ

કાનુડો કેડે પડયો રે, શું કરીએ હવે હેલી

કાનુડો કેડે પડયો રે, શું કરીએ હવે હેલી...કા૦ ૧
           સૌ દેખંતા આવે મારે મંદિરિયે, બળવંત બારણું ઠેલી...કા૦ ર
એક ઘડી જંપવા નવ દેવે, જગવે આવી વેલી વેલી...કા૦ ૩
           પ્રથમ તો એ મરજાદમાં રહેતો, હવે થયો બહુ ફેલી...કા૦ ૪
બ્રહ્માનંદ કહે એનાં દુઃખથી, અમે જાઇશું ગોકુળ મેલી...કા૦ પ
રચયિતા :
બ્રહ્માનંદ સ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026