મુખ્ય સામગ્રી પર જાઓ

પધારો પાતળિયા રે, સુંદરશ્યામ સોહાગી

પધારો પાતળિયા રે, સુંદરશ્યામ સોહાગી. પ૦ ૧
તમ કારણ શામળિયા રે વહાલા, સેજડી બીછાઇ રેણજાગી. પ૦ ર
હસી રમી પેહેલી પ્રીત કરીને, હવે થયા કેમ ત્યાગી. પ૦ ૩
બીજે તે મારું મન નવ માને, તમ સાથે રઢ લાગી. પ૦ ૪
બ્રહ્માનંદ કહે તમ સંગે રમતાં, હવે હું થઇ બડભાગી. પ૦ પ
 
રચયિતા :
બ્રહ્માનંદ સ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026