મુખ્ય સામગ્રી પર જાઓ

છબીલા ! છબી તારી રે જોઇને લાગે છે મુને પ્યારી

છબીલા ! છબી તારી રે જોઇને લાગે છે મુને પ્યારી.છ૦ ૧
       ફેંટો કસુંબી ફૂલડે છાયો, વળી સુંથણીની શોભા ન્યારી.છ૦ ર
અંગોઅંગ આભૂષણ શોભે, કાને કુંડલ મકરાકારી.  છ૦ ૩
       નખશીખ શોભા બની રે અલોકિક, દેખી મોહી છે વ્રજનારી.છ૦ ૪
છેલછબીલા ! તારી છબિના ઉપરે જાય બ્રહ્માનંદ બલિહારી.છ૦ પ 
રચયિતા :
બ્રહ્માનંદ સ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026