મુખ્ય સામગ્રી પર જાઓ

બેની ! એને શું કહીએ રે

બેની ! એને શું કહીએ રે, પેસે છે ઘર રેઢું જોઇ. બે૦ ૧
          હુકમ સહીત પોતાને હાથે, દુધ પીયે છે ગાવડી દોઇ. બે૦ ર
નિર્લજ સરખે નંદને છોરે, મુજને લોકમાં વગોઇ. બે૦ ૩
         શું જાણીયે એણે શું કરીને, વ્રજ વિનતા એને મોઇ. બે૦ ૪
બ્રહ્માનંદના સ્વામીની સંગે, લોક લાજ સર્વે ખોઇ. બે૦ પ
 
રચયિતા :
બ્રહ્માનંદ સ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026