મુખ્ય સામગ્રી પર જાઓ

મોહીલા ! મન મોહ્યું રે, મન મોહ્યું છે કાંઇ મારું

મોહીલા! મન મોહ્યું રે, મન મોહ્યું છે કાંઇ મારું. મો૦ ૧
સગું કુટુંબ પિયર સાસરીયું, સર્વે લાગે છે મુને ખારું. મો૦ ર
શું જાણું મુજને શું કીધું, મુખ મેલ્યું ન જાય હવે તારું. મો૦ ૩
આઠે પોહોર શામળિયા રે વહાલા, તારા ચરણકમલ હૈયે ધારું. મો૦ ૪
બ્રહ્માનંદના વહાલા તમ ઉપર, તન મન ધન લઇ વારું. મો૦ પ
 
રચયિતા :
બ્રહ્માનંદ સ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026