મુખ્ય સામગ્રી પર જાઓ

ટાંક લેવું નથી માહરે મટુકી લેવી બાધી

ટાંક લેવું નથી માહરે, મટુકી લેવી બાધી ;
          ઉભી રહે અલબેલડી, આજ ખોળતાં લાધી. 1
તું તો કેને નથી માનતી, મછરાળી મનમાં ;
          ઉપર પ્રગટ દેખાય છે, હલકાઇ તારા તનમાં. ર
બીક દેખાડે છેકંસની, તું ભરાણી છો બળમાં ;
          કૂડા બોલી કામની, બોલે છે છળમાં. 3
રહોરહો હુંતમયે ઓળખું, હમણાં થયા દાણી ;
          એવું બોલો છો આકરું, કાના શું જાણી. 4
અમતે તેં હલકાં દીઠડાં, તમે લક્ષણના ભારી ;
          રસિયાજી નવ રોકીયે, વનમાં પરનારી. 5
કૂડાબોલી હું કામની, તમે સાચનું ગાડું ;
          બ્રહ્માનંદ કહે વઢવા જેવું, શીદ બોલો છો આડું. 6
 
રચયિતા :
બ્રહ્માનંદ સ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026