મુખ્ય સામગ્રી પર જાઓ

મુખથી બોલ્યા માવજી અતિ સુંદર વાણી

મુખથી બોલ્યા માવજી, અતિ સુંદર વાણી; 
          ગાળ્યું દે છે ગ્વાલણી, નાનો મુને જાણી. 1
કૂડું કાંઇ નથી બોલતો, માનો સાચું માડી; 
          વનમાં આવી વિનતા, મુને ખીજવે દાડી. ર
મરમ કરી કરમાંહ્યથી, લે મોરલી ઝુંટી; 
          મીઠું બોલે મુખથી, ભરે આવીને ચૂંટી. 3
મછર ભરી મહીયારડી, મસ્તાની ડોલે; 
          વનમાં દેખી એકલો, મને ગાળ્યું બોલે. 4
સરવે મળીને સુંદરી, કરે ઠેકડી મારી; 
          ગુર્જરી ગોકુલ ગામની, છે નિર્લજ નારી. 5
બ્રહ્માનંદ કહે લીધાં વારણાં, જશોદાયે ઉઠી; 
          સાચા ઠર્યા શામળા, થઇ ગ્વાલણી જૂઠી. 6
 

રેકોર્ડ કરેલ સંસ્કરણ

પ્રકાશક:
શ્રી સ્વામિનારાયણ મંદિર, વડતાલ, તા.નડિયાદ, જી.ખેડા ફોન.+૯૧ ૨૬૮-૨૫૮૯૭૭૬/૭૨૮
લાઈવ/સ્ટુડિયો : સ્ટુડિયો
ઓડિયો/વિડિઓ : ઓડિયો
પ્રકાશક:
શ્રી સ્વામિનારાયણ મંદિર, વડતાલ, તા.નડિયાદ, જી.ખેડા ફોન.+૯૧ ૨૬૮-૨૫૮૯૭૭૬/૭૨૮
લાઈવ/સ્ટુડિયો : સ્ટુડિયો
ઓડિયો/વિડિઓ : ઓડિયો
રચયિતા :
બ્રહ્માનંદ સ્વામી
વિશેષ નામ :
ફરિયાદ, જશોદાજી
www.swaminarayankirtan.org © 2026