મુખ્ય સામગ્રી પર જાઓ

વેહેતાં રોકે છે વાટમાં આવી જેમતેમ બોલે

વેહેતાં રોકે છે વાટમાં, આવી જેમતેમ બોલે ;
          વનમાં પગેરાં ખોળતો, નિત કેડે ડોલે. 1
લજ્જા ખોઇ મારી લોકમાં, કીધી મુને ચાવી ;
          છોટો સરખો છોકરો, આળ્યું નાખે છે આવી. ર
કાયર અમને કીધલાં, જશોદા ! તારે છૈયે ;
          કેમ કરી ગોકુલ ગામમાં, ઘર માંડીને રહીયે. 3
વનમાં દીઠી મુને એકલી, આડો આવ્યો દોડી ;
          ફાડી નવરંગ ચુંદડી, કસ કંચુકીની તોડી. 4
મુજ પાસે જોરાવરી, દાણ દહીંનું માગ્યું ;
          ના ના કહેતાં નિર્લજે, મહી માટલું ભાંગ્યું. 5
લાડકવાયો લાલને, એવો કેમ કીધો ;
          બ્રહ્માનંદ કહે એને આજથી, તમે રાખજો સીધો. 6
 
રચયિતા :
બ્રહ્માનંદ સ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026