મુખ્ય સામગ્રી પર જાઓ

બહુ એલી, થા માં બોલીક હું તુજને કહું છું

બહુ એલી, થા માં બોલીક, હું તુજને કહું છું ;
           માનની ! તારાં મેહેણલાં, કઇ વારનો સહુ છું...1
ડોડ ઘણો દરબારનો, મનમાં મહીઆરી ;
            ઠગવિદ્યા તુજમાં ઘણી, તારી આંખઠગારી...ર
બાર વરસની બાળકી, ચોરીમાં શૂરી ;
            કાચું નથી કોઇ વાતનું, લક્ષણની પૂરી...3
નાના સરખા નંદના, છેટે રહેજે છોરા ;
            છેલ થયો તુંને જાણીએ, ઘલી ફૂલના તોરા...4
કૂડાબોલા કાનડા, મુંથી વેગળો રહેજે ;
            તુજ સરખી હોય નિર્લજી, તેને જઇ કહેજે...5
ઉભો રહે અલબેલડા, કરશું તુંને રાજી ;
           બ્રહ્માનંદ કહે મહી નહીં જડે, જડશે ગાળ્યું ઝાઝી...6
 
રચયિતા :
બ્રહ્માનંદ સ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026