મહીઆરીને લૂંટવા, બાંધી બેઠો છે ભાતું. 1
આજ સવારે એકલી, માથે હેલ ઉપાડી;
મથુરામાં મહી વેચવા, જા'તી હું માડી. ર
વૃન્દાવનની વાટમાં, જાતાં મુને ભાળી;
આવીને મારગ રોકીયો, મુખ બોલી ગાળી. 3
દાણ અમારું ચોરીયું, ઉભી રહે મહીઆરી;
એમ કહીને જોરાવરી, મહી-મટુકી ઉતારી. 4
સર્વે લજ્યા લોકની, તારી દીકરે ત્યાગી;
પાલવ મારો ફાડીયો, મહી માટલી ભાંગી. 5
નખ લગાડયો છાતીએ, ઝાઝું શું કહીએ;
બ્રહ્માનંદ કહે એનાં દુઃખથી, કહોને કયાં જઇ રહીએ. 6
