મુખ્ય સામગ્રી પર જાઓ

છેલ છબીલે સાંભળી વિનતાની વાણી

છેલ છબીલે સાંભળી, વિનતાની વાણી ;
        રીસ ચડી વ્રજરાજને, મસ્તાની જાણી..૧
જોર કરીને જાદવે, મહી મટુકી ઉતારી ;
       મોહનજી મહી લૂટીયું, જોઇ રહી મહીઆરી...૨
કોડીલે વર કાનજી, મનગમતું કીધું ;
       મહી મટુકી માંહીથી, પોતે પૂરણ પીધું...૩
પાયું પછે સરવે સાથને, મનુવાર કરીનેઘેલે થઇ
       ગોવાળીએ, પીધું પેટ ભરીને...૪
બીજું તે ઢોળી નાંખીયું, મહી મટુકી ફોડી ;
       ફાડી તે નવરંગ ચૂંનડી, વળી બાંહ્ય મરોડી...૫
મનમાં રીસાણી માનની, કાંઇ દાવ ન લાગે ;
       બ્રહ્માનંદ કહે રાવ ગઇ, જશોદાને આગે...૬ 
રચયિતા :
બ્રહ્માનંદ સ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026