મુખ્ય સામગ્રી પર જાઓ

મન મસ્તાની માનની, ડહાપણમાં ડોલે

મન મસ્તાની માનની, ડહાપણમાં ડોલે ;
          મુજને તે મોહ પમાડવા, મીઠું મીઠું બોલે...1
ડહાપણનું શું કામ છે, દેને દાણ અમારું ;
         નહી તો આ ઘડીએ ફૂટશે, મહી-માટલું તારું...ર
એકલી વનમાં આથડે, છો કેની છોડી.
         રૂપ ઘણું તારા અંગમાં, લજ્જા તો થોડી...3
કુણ છો છોરા કુડીયા, એવું બોલછ આવી ;
         એવી તે વાતું તુજને, કેણે શીખાવી...4
રહી છું રાજાના રાજમાં, મુજને કુણ લૂંટે ;
         સમજી રહેજે વેગળો, મટુકી નહીં ફૂટે...5
તું તો દાણી આ વાટનો, અમે સાંભળ્યું નોતું ;
         બ્રહ્માનંદ કહે ઘર નંદનું, જાશે ઓસરી સોતું...6
 

રેકોર્ડ કરેલ સંસ્કરણ

પ્રકાશક:
શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.
લાઈવ/સ્ટુડિયો : સ્ટુડિયો
ઓડિયો/વિડિઓ : ઓડિયો
રચયિતા :
બ્રહ્માનંદ સ્વામી
વિશેષ નામ :
ગોપી, ગોષ્ઠિ, કેલિ, આલાપ, વાર્તા, વડછડ, વઢવેડ
વિશેષણ :
પરસ્પર
www.swaminarayankirtan.org © 2026