મુખ્ય સામગ્રી પર જાઓ

તેજમાંથી રસની ઉત્પતિ કેવી રે, એની સુતા જલ ધારી ને લેવી રે

તેજમાંથી રસની ઉત્પતિ કેવી રે, એની સુતા જલ ધારી ને લેવી રે.૧
અંબુમાંથી ગંધ થયો છે તે કૈયે રે, એની સુતા પૃથ્વી ધારીને લૈયે રે.૨
એવી રીતે અંડ ઘટ બન્યો જેહ રે, આદ્ય બ્રહ્મા વૈરાટનો છે એ દેહ રે.૩
નાભિમાંથી બ્રહ્મા થયા તતખેવ રે, હૃદયથી થયા છે વિષ્ણુ દેવ રે.૪
લલાટથી થયા છે શિવજી અનૂપ રે, દાસ ગોપાલ કહે સંહાર રૂપ રે.૫

વિવેચન:

૧૨૯                                        -:: પદ-૬/૧૫/૧૫ ::-

આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026