મુખ્ય સામગ્રી પર જાઓ

લાખ જોજન ખારા જલનો સિંધુ કહ્યો રે, બે લાખ જોજન ઇક્ષુ રસનો રહ્યો રે

લાખ જોજન ખારા જલનો સિંધુ કહ્યો રે, બે લાખ જોજન ઇક્ષુ રસનો રહ્યો રે...૧
           ચાર લાખ જોજન સુરાનો છે ભરેલો રે, આઠ લાખ જોજન ઘીનો છે ઠરેલો રે...૨
સોળ લાખ જોજન ક્ષીરનો છે બોળો રે, બત્રીશ લાખ જોજન દધિ મંડોદ ઘોળો રે...૩
           ચોસઠ લાખ જોજન મીઠો મેરામ રે, ફરતો ગિરી લોકાલોક અભિરામ રે...૪
સપ્ત દ્વિપ સાત સમુદ્ર કહ્યા રે, દાસ ગોપાલ કહે મેરુ ફરતા રહ્યા રે...૫

આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026