મુખ્ય સામગ્રી પર જાઓ

એક શ્રુતિ કહે છે અપાણિ ન પાદ

એક શ્રુતિ કહે છે અપાણિ ન પાદ રે,
બીજી શ્રુતિ કહે છે વેદે કર્યો સાદ રે;
ત્રીજી શ્રુતિ કહે છે અખિલ બ્રહ્મ ભાસે રે,
          ચોથી શ્રુતિ કહે છે ઘટવત સર્વે નાશે રે.૧
બ્રહ્મમૂર્તિ ભગવાનની એક જાણો રે,
બીજા સર્વે માયાના છે તાંણો રે;
હરિનાં સર્વે કિરણ છે દિવ્યાકાર રે,
         ભૂપર આવી જણાવે માયાના આકાર રે.૨
અક્ષરાતીત અખંડ અંતરજામી રે,
એનો મહિમા જાણે છે ભક્ત નિષ્કામી રે;
અગણિત બ્રહ્માંડ સરજ્યાનું મન ધારી રે,
          એવા સંકલ્પ કરીને કુંજ વિહારી રે.૩
અક્ષર રૂપ દ્રષ્ટી કરી જોયું જ્યારે રે,
માયા રૂપે સ્ત્રીયે ગર્ભ ધાર્યો ત્યારે રે;
પ્રકૃતિ પુરુષમાંથી પ્રધાન પુરુષ થયાં રે,
         એમાં સર્વે કોટાનકોટિ યુથ કહ્યાં રે.૪
સર્વેમાંથી એક પ્રધાન પુરુષ કૈયે રે,           
         દાસ ગોપાલ કહે ધારિને લેજો હૈયે રે.૫
 
વિવેચન:

 ૧૨૭                                      -:: પદ-૪/૧૫/૧૫ ::-

આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026