મુખ્ય સામગ્રી પર જાઓ

જંબુ પ્લક્ષ ને શાલ્મલી કુશ કૈયે રે

જંબુ પ્લક્ષ ને શાલ્મલી કુશ કૈયે રે,
             ક્રૌંચ શાક પુષ્કર ધારિને લૈયે રે....૧
જમ્બુદ્વિપ લાખ જોજનનો કેવો રે,
             બે લાખ જોજન પ્લક્ષ દ્વિપને લેવો રે...૨
ચાર લાખ જોજન શાલ્મલી દ્વિપને જાણો રે,
             આઠ લાખ જોજન કુશ દ્વિપ પરમાણો રે...૩
સોળ લાખ જોજન ક્રોંચ દ્વિપ અતિ પ્યારો રે,
             બત્રીશ લાખ જોજન શાક દ્વિપ સારો રે...૪
ચોસઠ લાખ જોજન પુષ્કર દ્વિપ જોઇ રે,
             દાસ ગોપાલ કહે મન મોઇ રે....૫ 
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026