મુખ્ય સામગ્રી પર જાઓ

કુરુ નામે ઉત્તર ખંડ છે છેલો રે

કુરુ નામે ઉત્તર ખંડ છે છેલો રે,
           એમાં વરાહ રૂપે રહ્યા અલબેલો રે.૧
મુખ્ય ભક્ત પૃથ્વી સેવે કરી પ્રીત રે,
           રાખી સર્વે ધર્મ રમાની રીત રે.૨
મેરુ થકી પશ્ચિમની કહે વાત રે,
           કેતુ માલ ખંડ રહ્યો છે સાક્ષાત રે.૩
એમાં પ્રદ્યુમ્ન રહ્યા છે પોતે રે,
            મુખ્ય ભક્ત લક્ષ્મીજી છે જોતે રે.૪
ઇલાવૃત ખંડે સંકર્ષણ ઇશ રે,
           દાસ ગોપાલ કહે શિવજી છે શિષ્ય રે.૫ 
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026