મુખ્ય સામગ્રી પર જાઓ

વિભૂતિયું સર્વે કહી છે મેં જાણી રે, એના કર્તા સહજાનંદ પરમાણી રે

૧૩૭ -:: પદ-૧૪/૧૫/૧૫ ::-
વિભૂતિયું સર્વે કહી છે મેં જાણી રે, એના કર્તા સહજાનંદ પરમાણી રે. ૧
ઉત્પન્ન થૈને જે જે સ્થિતિને પામે રે, પ્રલય કાળે તેના તે દેહ વામે રે. ૨
તેની હવે રીત્ય કહી છે વિચારી રે, ક્ષણ ક્ષણ નાસે નિત્ય પ્રલયમાં દેહ ધારી રે. ૩
નિમિત્ત પ્રલય બ્રહ્માનો દિન જાણો રે, દશ લોક જલમાં જાય તણાણો રે.  ૪
સત યુગ ત્રેતા દ્વાપર ને કલિ જાય રે, દાસ ગોપાલ કહે ચોકડી એક થાય રે. ૫

આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026