મુખ્ય સામગ્રી પર જાઓ

એમાં રામ લક્ષ્મણ રહે સુખદાઇ રે

એમાં રામ લક્ષ્મણ રહે સુખદાઇ રે,
         મુખ્ય ભક્ત હનુમાન સેવે છે ધાઇ રે.૧
ભારત નામે છેલો ખંડ છે એવ રે,
         એમાં રહ્યા નરનારાયણ દેવ રે.૨
મુખ્ય ભક્ત નારદજી કરે સેવા રે,
         કથા શ્રવણ કરે ત્યાગી સર્વે મેવા રે.૩
અષ્ટ ખંડ થકી ભરત ખંડ સાર રે,
         એમાં યુગે યુગે લે છે હરિ અવતાર રે.૪
દાસ ગોપાલ કહે ભજી ઘનશ્યામ રે,
         યુગે યુગે પામે છે અક્ષરધામ રે.૫
વિવેચન:

૧૩૬                                     -:: પદ-૧૩/૧૫/૧૫ ::-

આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026