મુખ્ય સામગ્રી પર જાઓ

વેદે કરી બોલે છે નરનાર રે, કે છે મારો મત છે વેદથી બાર રે

૧૨૫  -:: પદ-૨/૧૫/૧૫ ::-
વેદે કરી બોલે છે નરનાર રે, કે છે મારો મત છે વેદથી બાર રે. ૧
નીચ કર્મ કરે છે નરનારી રે, માત સુતા ભગીનીમાં બ્રહ્મ ધારી રે. ૨
લોભે કરી જીવ મારે છે જાણી રે, બ્રહ્મ થઇને લોપ કરી વેદ વાણી રે. ૩
સભરબ્રહ્મ ભર્યો એમ કહે વાત રે, પાપ પુણ્ય કેને છે સાક્ષાત રે.  ૪
મુખે બ્રહ્મ શીખીને પામ્યા છે રીજ રે, દાસ ગોપાલ કહે ન મળે માંહી બીજ રે. ૫

આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026