મુખ્ય સામગ્રી પર જાઓ

પ્રધાન પુરુષમાંથી મહતત્ત્વ થયું રે, એનું બાળક સમઝી વિચારીને કહ્યું

૧૨૮ -:: પદ-૫/૧૫/૧૫ ::-
પ્રધાન પુરુષમાંથી મહતત્ત્વ થયું રે, એનું બાળક સમઝી વિચારીને કહ્યું રે    ૧
ત્રિવિધિ અહંકાર મહત્તત્વમાંથી થયો રે, જગના અંકુર રૂપે એનો સુત કહ્યો રે. ૨
તામસ અહંકારમાંથી શબ્દ થયો જાણો રે, એનો સુત આકાશ થયો પરમાણો રે. ૩
વિયતમાંથી સ્પર્શ થયો રૂડિ રીત રે, એનો સુત વાયુ છે પરમ પુનિત રે. ૪
વાયુમાંથી રૂપ થયું  તત્કાળ રે, દાસ ગોપાલ કહે  તે તેજનું લાલ રે. ૫

આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026