મુખ્ય સામગ્રી પર જાઓ

રજોગુણી બ્રહ્માએ વિશ્વ સરજી દીધું રે, સત્વગુણી વિષ્ણુએ પોષણ કીધું રે

રજોગુણી બ્રહ્માએ વિશ્વ સરજી દીધું રે, સત્વગુણી વિષ્ણુએ પોષણ કીધું રે...૧
ભાગવતમાં શિવ કહ્યા છે ભૂતનાથ રે, પ્રલય કાળે ત્રિશુલ લે છે બે હાથ રે...૨
અતલ વિતલ સુતલ તલાતલ ધારી લૈયે રે, રસાતલ મહાતલ પાતાલ કૈયે રે...૩
ભૂર્ભુવર સ્વર મહર ને જન રે, તપ સત્ય બ્રહ્માનું ભુવન રે...૪
ચૌદ લોકે કાળ કરે પ્રવેશ રે, દાસ ગોપાલ કહે બ્રહ્માથી લૈને શેષ રે...૫

આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026