મુખ્ય સામગ્રી પર જાઓ

જંબુદ્વિપ લાખ જોજનનો છે લવ રે

જંબુદ્વિપ લાખ જોજનનો છે લવ રે,
             એના રૂપાળા ખંડ કહ્યા છે નવ રે...૧
લાખ જોજન મેરુ સોનાનો જાણો રે,
             ભૂમિ મધ્યે કર્ણિકા કાર પ્રમાણો રે...૨
મેરુ થકી ઉત્તર દિશાનો કૈયે રે,
             રમ્યક નામે ખંડ ધારી લૈયે રે...૩
એમાં મત્સ્ય રૂપે રહ્યા હરિ આપ રે,
             મુખ્ય ભક્ત સાવર્ણિ મનુ જપે જાપ રે....૪
હિરણ્યમય ખંડે કુર્મજી રહે છે રે,
             દાસ ગોપાલ અર્યમા મુખ્ય ભક્ત કહે છે રે... 
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026