મુખ્ય સામગ્રી પર જાઓ

મેરુ થકી પૂર્વ દિશા અતિ શોભે રે, ભદ્રાશ્વ ખંડ જોઇ મન લોભે રે

મેરુ થકી પૂર્વ દિશા અતિ શોભે રે, ભદ્રાશ્વ ખંડ જોઇ મન લોભે રે.     ૧
એમાં હયગ્રીવ રૂપે રહ્યા કરિ વાસ રે, મુખ્ય ભક્ત ભદ્રશ્રવા નામે દાસ રે.૨
મેરુ થકી દક્ષિણ હરિ વૃષ ખંડ રે, એમાં નૃસિંહ રૂપે હરિ છે પ્રચંડ રે.   ૩
મુખ્ય ભક્ત પ્રહલાદજી છે એક રે, શિર સાટે ભજે છે રાખીને ટેક રે.   ૪
કિં પુરુષ નામે ખંડ અતિ પ્યારો રે, દાસ ગોપાલ કહે જોતાં ઘણો સારો રે.૫

આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026